શંકાસ્પદ ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી વેરાવળ સીટી પોલીસ

0

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ ડીવીજનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જી.બી.બાંભણીયાએ ઘરફોડ/ચોરી/લુંટ જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય, જે અન્વયે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. ઇશરાણીની સુચના અન્વયે એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ, પો. હેડ કોન્સ મયુરભાઇ મેપાભાઇ, સુનીલભાઇ માંડણભાઇ, પો.કોન્સ. પ્રદિપસીંહ વાલાભાઇ, પ્રવિણભાઇ હમીરભાઈ, વિ. પો.સ્ટાસફના માણસો વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ, પો. કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વેરાવળ કોસ્ટ ગાર્ડની ઓફીસ પાસેથી આરોપી ઇમ્તીયાઝ અબ્દુલભાઇ જમાદાર રહે- વેરાવળ, ગરીબ નવાઝ કોલોની વાળો રજી.નં.-ય્ત્ન-૧૧-ઁ-૨૫૮૦ વાળી ખોટી નંબર પ્લેટ લગાડેલ ચોરાઉ મોટર સાયકલ ચલાવી નીકળતા મજકુરને સદરહુ મો.સા. બાબતે પુછપરછ કરતા અને મોટર સાયકલ જાેતાં પાછળની બાજુ રજી.નં.-ય્ત્ન-૧૧-ઁ-૨૫૮૦ નંબર વાળી નંબર પ્લેટ લાગડેલ રીંગણી કલરની જુના જેવી હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. હોય જેના એન્જીન નંબર-૦૨ઈ૧૮ઈ૧૭૪૩૫ તથા ચેસીસ નંબર-૦૨ઈ૨૦ઈ૧૭૦૯ના હોય જે એન્જીન નંબર ઇગુજકોપમાં ઓનલાઇન ચેક કરાવતા સદરહુ મો.સા.ના રજી.નં. ય્ત્ન-૧૧-ઊ-૮૧૭૯ ના જણાતા મજકુર પાસે તેના હવાલાના મોટર સાયકલના આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે આ મોટર સાયકલના કોઇ આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ હોય અને ફરતા-ફરતા જવાબો આપેલ હોય અને મો.સા. બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય, જેથી મજકુર ઇસમએ ઉપરોકત મો.સા. ચોરી છુપીથી કે છેતરપીંડીથી મેળવેલ હોવાનું જણાતું હોય જેથી મજકુર ઇશમ પાસેથી મળી આવેલ મો.સા.ની કિ.રૂા.૧૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કમત તરીકે કબ્જાે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

error: Content is protected !!