વિસાવદરનાં ભલગામમાં અમોતની ઘટના બની હતી આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભલગામે રહેતી જીનલબેન (ઉ.વ.ર૧) તેના ઘરે હતી ત્યારે તેના પિતા ભરતભાઈ આંબાભાઈ કોટડીયાએ સવારે વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતા તેને લાગી આવતા પોતાની મેળે ઘરમાં પડેલ સેલફોસનાં ટીકડા પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે ભરતભાઈનું નિવેદન નોંધી એએસઆઈ એ.એસ. ચોવટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.