દેશભરનાં ૬પ લાખ જેટલા ઈપીએફ-૯પ આધારીત પેન્શન યોજનામાં સામેલ પેન્શન ધારકોને વર્ષોથી નજીવી રકમનું પેન્શન મળે છે. વર્ષોથી મધુર સોશ્યલ ગૃપનાં સહયોગથી કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત ઈપીએફ પેન્શનર યુનિયન દ્વારા એસટી સહિતનાં નિગમો અને તમામ ઈપીએફ-૯પ આધારીત પેન્શન સાથે જાેડાયેલા ૬પ લાખ કર્મચારીઓને પુરતું પેન્શન આપવાની સ્થાનિક તંત્રથી લઈ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી રજુઆત કરવામાં આવી હતી. મથુરાનાં સાંસદ હેમા માલીનીનાં માધ્યમથી આ મુદે સરકારમાં રજુઆત કરી હતી. ત્યારે અનેક વખત સરકારે આ મુદો સૈધ્ધાંતિક રીતે સ્વીકારી પુરતુ પેન્શન આપવાની હિમાયત કરી હતી. પરંતુ ઈપીએફ-૯પ અધિકારીઓ આ મુદે દુર્લક્ષ સેવતા હોય અત્યારે લાખો કર્મચારીઓ એક પછી એક વયનાં કારણે રામશરણ થતા રહે છે પરંતુ કોઈ નિર્ણય લેવાતો નથી. ત્યારે હવે વર્ષોથી હકક માટે ઝઝૂમી રહેલા પેન્શનરોની ધીરજ ખુટી ગઈ છે અને ૩૦મી જુને કચ્છ કાઠીયાવાડ ગુજરાતનાં નેજા હેઠળ ચિતાખાના ચોકમાં આવેલ જૂનાગઢ ભવિષ્ય નીધિ કચેરીએ સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ ધરણા અને ૧૧.૩પ મીનીટે વડાપ્રધાનને અવાજ પહોંચાડવા કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે. આવેદનપત્રમાં એવો નિર્ધાર વ્યકત કરવામાં આવશે કે જાે આગામી ચુંટણીનું જાહેરનામું અને આચારસંહિતા પૂર્વે સરકાર દ્વારા પેન્શનરોને પુરતુ પેન્શન આપવાનો નિર્ણય જાહેર નહી કરવામાં આવે તો દેશનાં તમામ ૬પ લાખ પેન્શનરો અને તેમનો પુરો પરીવાર એટલે કે કરોડો મતદારો ચુંટણીનો બહિષ્કાર કરશે. કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગૃપનાં પ્રમુખ સલીમ ગુજરાતી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ દવે, રતિભાઈ ગરાળા, નાથાલાલ પરમાર, જીતેન્દ્રગીરી ગોસ્વામી, કાન્તીગીરી ગોસ્વામી, કરણ મય્યર, મંગુભાઈ ડાભી, હિતેશભાઈ કનેરીયા, ઉમેશભાઈ વ્યાસની આગેવાનીમાં આ યોજાનાર કાર્યક્રમમાં પેન્શનરોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.