કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે ગઈકાલે રવિવારનાં રોજ ખુશનુમાં વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે ભાવિકો દાતાર બાપુનાં દર્શન માટે ઉમટી પડયા હતાં. અને બપોરનાં સમયે ઘુપદીપ, લોબાનનાં દર્શન પણ કર્યા હતાં. અને જગ્યાનાં મહંત પૂ. ભીમબાપુ દ્વારા દર્શને આવેલ ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરેલ હતી. અને ભાવિકોએ દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.