સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના

0

મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર તરફ દરિયામાં બનેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી કરતા વિન્ડી ડોટ કોમ મુજબ ગ્રાફિકલ ઈમેજમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ પાસે બની રહેલું હવામાનું દબાણ ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જાેકે, આ અંગે મહારાષ્ટ્ર કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી નથી. ખાનગી વેબસાઈટ દ્વારા જે હવામાનની આગાહી કરવામાં આવી રહી છે તેમાં હળવું વાવાઝોડું આકાર લીધા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. વિન્ડી વેબસાઈટ મુંજબ હાલ મુંબઈના દરિયાથી દૂર સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં હવામાનું દબાણ બની રહ્યું છે. આજે બપોર સુધીમાં હવાનું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછી તે આગળ વધતા આવતીકાલ ૨૮મી તારીખે બપોરે માંગરોળના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જાે આ ખાનગી વેબસાઈટની આગાહી પ્રમાણે હવામાન રહ્યું તો સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમના દરિયામાં ભારે કરંટ જાેવા મળશે. ખાનગી વેબસાઈટની આગાહી પ્રમાણે જાે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો તેની અસર માંગરોળ સહિત વેરાવળ, કોડીનાર, પોરબંદર, ગડુ, કેશોદ સહિતના વિસ્તારમાં વર્તાઈ શકે છે. રાજ્યના હવામાન વિભાગે વેબસાઈટ ઉપર રજૂ કરેલા આગાહી પ્રમાણે આજે થતા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આજે અને આવતીકાલ ૨૮ દરમ્યાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે પછી તા. ૨૯એ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ભારે વરસાદ સાથે ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ વકી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે પ્રમાણેનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયો છે તેવો વરસાદ હજુ ચાલુ સિઝન દરમ્યાન મધ્ય કે ઉત્તર ગુજરાતમાં જાેવા મળ્યો નથી. વરસાદના થતા અને વાદળછાયું વાતાવરણ રહેવાથી લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડી રહ્યો છે.

error: Content is protected !!