જૂનાગઢ શહેરમાં ૨ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા, સાવચેતી જરૂરી

0

જૂનાગઢ શહેરમાં લાંબા સમય બાદ કોરોનાના ૨ પોઝિટીવ કેસ નોંધાતા તંત્રએ સાવચેતીનાં સુર વ્યકત કર્યા છે. મળતી વિગત મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લો લાંબા સમયથી કોરોના મુક્ત રહ્યો હતો. જાેકે, ૨૬ જૂનના ૨ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં છેલ્લે ૧૮ ફેબ્રુઆરીના કેસ નોંધાયો હતો. ત્યાર બાદ કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જાેકે, લાંબા સમય બાદ ૨૬ જૂન ૨૦૨૨ના કોરોના રિટર્ન થયો છે. આમ, જૂનાગઢ શહેરમાં કોરોના પોઝિટીવ ૨ કેસ નોંધાયા છેે. દરમ્યાન આ અંગે સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હજુ અમારી પાસે કોઇ કોરોના પોઝિટીવ દર્દી દાખલ થયા નથી. બાદમાં મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. શૈલેષ ચુડાસમાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બંને કોરોના પોઝિટીવ કેસ ફિમેલના છે. આમાં એક મહિલા છે જેણે કોરોનાના બંને ડોઝ લીધા હતા. જ્યારે બીજા કેસમાં એક બાળકી છે. બંને કેસ જાેષીપરાના ઓધડનગરના છે. બંનેની કોઇ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી લોકલ જ છે. હાલ બંનેને હોમ આઇસોલેશન કરાયા છે. આમ, જૂનાગઢ શહેરમાં ફરી કોરોના મહામારીએ દેખા દેતા લોકોએ સાવધાની રાખવાની તાતી જરૂરિયાત છે.

error: Content is protected !!