જુના ગળોદર પે સેન્ટર અને નવા ગળોદર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

0

માળિયા હાટીના તાલુકાના જુના ગળોદર પે સેન્ટર અને નવા ગળોદર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજ્યકક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન તેમજ રાજ્ય કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં સ્થાન મેળવનાર બાળકોને શિલ્ડ આપી સન્માન કરાયું હતું. તેમજ ર્જીંઈ અંતર્ગત કમ્પાઉન્ડ હોલનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં નાયબ ઈજનેર સિંચાઈ ઉકાણી, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન, તાલુકા સદસ્ય માળીયા પીયૂષભાઈ પરમાર, જુના ગળોદર ઉપસરપંચ કુલદીપભાઈ, જિલ્લા ભાજપ સદસ્ય ઠાકરશીભાઈ જાવીયા, જુના ગળોદર ગામ અગ્રણી ઠારણભાઈ સિંધવ, તાલુકા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ હમીરભાઈ સિંધવ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ જયદીપભાઈ ડોડીયા, ઉત્કર્ષ મંડળના પ્રમુખ તેમજ માળીયા તાલુકાના બીઆરસી માઢક તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઇ ચાંગાણીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!