વેરાવળ મર્કન્ટાઇલ બેંકએ રૂા.૬૩૯.૦૪ કરોડની ડીપોઝીટ અને રૂા.૩૬૪.૫૦ કરોડના ધીરાણ થકી રૂા.૧૨.૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો

0

વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપરેટીવ બેંક લી.ની ૫૧મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં બેંક પ્રગતિના પંથે મકકમતાથી આગળ વધવાની સાથે સતત બદલાતા આર્થિક પ્રવાહો વચ્ચે સંતુલન જાળવીને તમામ ક્ષેત્રે નકકર પ્રગતિ કરી રૂ.૧૨.૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. સૌરાષ્ટ્રમાં બેંકોમાં અગ્રસ્થાને રહેલ વેરાવળ મર્કન્ટાઈલ કોઓપરેટીવ બેંક લી., ની ૫૧ મી વાર્ષિક સાધારણ સભા વેરાવળમાં સભાસદોની વિશાળ હાજરીમાં ચેરમેન નવીનભાઈ શાહના પ્રમુખ સ્થાને મળી હતી જેમાં જાે.એમ.ડી.ભાવનાબેન એ. શાહ ડીરેકટરો, મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમીટીના સભ્યો હાજર રહયા હતા. આ તકે બેંકના ચેરમેન નવીનભાઈ શાહએ જણાવેલ કે, બેંક પ્રગતિના પંથ ઉપર મકકમતાથી આગળ વધી રહેલ લોકોની બેંકએ સતત બદલાતા જતા આર્થિક પ્રવાહો વચ્ચે સંતુલન જાળવીને તમામ ક્ષેત્રમાં નકકર પ્રગતિ કરેલ છે. જેમાં બેંકએ રૂા.૬૩૯.૦૪ કરોડની ડીપોઝીટ, રૂા.૩૬૪.૫૦ કરોડના ધીરાણ થકી રૂા.૧૨.૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેંકનું રીઝર્વ રૂા.૬૭ કરોડએ પહોચ્યુ છે. બેંકને આ સ્થાન સુધી પહોંચાડવામાં સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, કર્મચારી, સલાહકાર કમીટીના સભ્યો અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપેલ હતો. સભાસદો દ્વારા સાધારણ સભામાં રજુ થયેલ દરેક ઠરાવો સર્વાનુમતે મંજુર કરી બેંકની કામગીરી અંગે સંતોષ વ્યકત કરેલ હતો. ડીરેકટર જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરેલ હતો. આ સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન ડીરેકટર ડો. લજતીન શાહ, પ્રદિપભાઈ પી. શાહએ કરેલ હતું. બેંકએ ગ્રાહકોની સુવિધા વધારવા અને વિસ્તરણ અંતર્ગત આગામી વર્ષમાં નવી બે શાખાઓ ખોલવા માટે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા પાસે મંજુરી માંગી છે. આગામી વર્ષમાં વેપારીઓ, નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને ગત વર્ષના કરતા ૧૦૦ કરોડ વધુ એટલે કે ૪૫૦ થી ૫૦૦ કરોડનું આપવાનું લક્ષ્યાંક રાખ્યો હોવાનું બેંકના જીએમ અતુલભાઈ શાહએ જણાવેલ છે.

error: Content is protected !!