જૂનાગઢની સરદારપરા પ્રાથમિક શાળામાં રપ જુનનાં રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મામલતદાર શ્રી જાેષી, નાયબ મામલતદાર શ્રી દવે, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન, રેવન્યુ તલાટી મંત્રી શ્રી મારૂ, સીઆરસી શ્રી ગોહીલ તેમજ વોર્ડ નં. ૪નાં કોર્પોરટરો હરેશભાઈ પરસાણા, ધર્મેશભાઈ પોશીયા, પ્રફુલાબેન ખેરાળા, સરદારપરાનાં અગ્રણી પ્રકાશભાઈ ભાદરકા, સ્કુલનાં આચાર્ય દયાબેન સખરેલીયા, ભાવેશાબેન ગધેસરીયા, અતુલભાઈ રાઠોડ, અનસુયાબેન રાઠોડ, ચેતનભાઈ ચૌહાણ તેમજ આંગણવાડીમાં બહેનો તેમજ બાળકો અને વાલીગણ ઉપસ્થિત રહયા હતાં. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ધો. ૩ થી ૮માં પ્રથમ ક્રમાંકે આવનાર તેમજ ધો. ૬માં શિષ્યવૃતિ તથા ધો. ૮ માં એનએમએમએસમાં ઉતિર્ણ થનાર તથા વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા દાતાઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગને સફળ બનાવવા આચાર્ય દયાબેન સખરેલીયા, ભાવેશાબેન ગધેસરીયા, અતુલભાઈ રાઠોડ, અનસુયાબેન કાથડ, ચેતનભાઈ ચૌહાણ અને આંગણવાડીનાં બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે બાળકો તેમજ વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતાં.