પરિણીતાને સાસરીયાઓ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી

0

હાલ માળીયા હાટીનાનાં જામવાડી ગામે રહેતા પરિણીતા રિધ્ધીબેન હરસુખભાઈ ચાંડેગરા (ઉ.વ.ર૬)ને આરોપીઓ રવિ હરસુખભાઈ ચાંડેગરા, મીનાબેન હરસુખભાઈ ચાંડેગરા રહે. બંને રાજકોટ, હરસુખભાઈ લખમણભાઈ ચાંડેગરા, રંજનબેન હરસુખભાઈ અને ચેતનાબેન હરસુખભાઈ રહે. તમામ ભંડુરી દ્વારા રિધ્ધીબેનને ભુંડી ગાળો બોલી શારીરિક – માનસીક ત્રાસ આપી લાકડી તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારી ખોટા આક્ષેપો નાખી ખોટા કેસમાં ફસાવી દેવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં માળીયા પોલીસે ફરીયાદ નોંધી પીએસઆઈ એસ.આઈ. મંધરાએ આગળની તપાસ હાથ ધરી છે.

વિસાવદર : વિદેશી દારૂની ૧પ બોટલ સાથે એકની અટક : એક નાસી ગયો
વિસાવદર પોલીસે સરસઈ ગામ ધ્રાફડ ડેમની પાછળ અવાવરૂ જગ્યા ઉપર રેડ કરી હાદિર્કભાઈ વિજયભાઈ નથવાણીને વિદેશી દારૂની ૧પ બોટલ સાથે ઝડપી લઈ બાઈક સહિત કુલ રૂા. ર૬૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે રેડ દરમ્યાન સંજયભાઈ ઠાકોર નાસી ગયો હતો. પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બામણાસા ગામે ઘરમાં રાખેલ રોકડ રૂા.૧.૩૦ લાખનાં ડબ્બાની ચોરી
કેશોદનાં બામણાસા ગામે કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં રોકડ રૂા. ૧.૩૦ લાખ રાખેલ ડબ્બાની ચોરી કરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. કેશોદનાં બામણાસા ગામે રહેતા કરશનભાઈ વેજાણંદભાઈ કરંગીયાનાં ઘરમાં રાખેલ ડબ્બો જેમાં રોકડ રૂા. ૧ લાખ ૩૦ હજાર તથા ડોકયુમેન્ટ રાખેલ હોય આ ડબ્બો કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા પોલીસે ફરીયાદ નોંધી પીએસઆઈ એસ.એન. સોનારાએ આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં બિમારીથી કંટાળી જઈ આધેડે ગળાફાંસો ખાધો
જૂનાગઢમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ નાગબાપાનાં મંદિર પાસે રહેતા કિશોરભાઈ શામજીભાઈ ચાવડા (ઉ.વ.૪૪)ને એચઆઈવીની બિમારી હોય તેમજ ૧પ દિવસ પહેલા મોતિયાનું ઓપરેશન કરાવેલ હોય આ બિમારીથી કંટાળી જઈ પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે રામજીભાઈ શામજીભાઈ ચાવડાનું નિવેદન નોંધી સી ડીવીઝન પીએસઆઈ આર.ડી. ડામોરે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિસાવદર : ઝેરી દવા પીતા આધેડનું મોત
વિસાવદરનાં આંબલીયાપરા બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નારણભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક (ઉ.વ.૪પ)એ તેમની માનસીક તબિયત ખરાબ રહેતી હોય જેથી લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું નિપજયું હતું.

error: Content is protected !!