ગુજરાત રાજયમાં ખાનગી વાહનો ઉપર પોલીસ તથા એમએલએ સહિતનાં લખાણો લખી ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટ્રાફીક બ્રાન્ચનાં પોલીસ મહાનિરીક્ષકને પત્ર લખી આવા વાહનોનું ચેકિંગ કરી તેમની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. ખાનગી વાહનો ઉપર લાલ કલરની પટ્ટી રાખી વિવિધ લખાણો લખી સરકારી વાહનો હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવતો હોવાનું સામે આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવા માટે સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે, જેથી હવે ખાનગી વાહનો ઉપર પોલીસ, એમએલએ કે અન્ય હોદ્દા દર્શાવતા બોર્ડ લગાવવામાં આવેલા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વાહન વ્યવહાર વિભાગની કચેરીનાં ખાસ ફરજ ઉપરનાં અધિકારી દ્વારા પરિપત્ર કરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળે છે.