જૂનાગઢ શહેર વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલા પોતાના ભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ આ ૪૯ વર્ષીય મહિલા સરનામું ભૂલી જતા શહેરની એક સોસાયટીમાં રડી રહ્યા હતા. આ સ્થિતિમાંથી આ મહિલાને ઉગારવા ૧૮૧ અભયમની ટીમ તેમની વ્હારે આવી હતી અને તેમના આંસુ લુછી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. આ ઘટના સંદર્ભે એક જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક કરતાં, અભયમ હેલ્પલાઇનની તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું.
કાઉન્સિલિંગ દરમ્યાન સામે આવ્યું કે, માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું અને તેઓ પોતાના ભાઈના ઘરે જવા ઈચ્છતા હતા પરંતુ ઘર ન મળતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકી રહ્યા હતા. ઉપરાંત આ મહિલાના પરિવારની પણ વિગતો મેળવવામાં આવી, ત્યારબાદ મહિલાના પરિવારનો સંપર્ક કરતા મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સારવાર ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જેથી કોઈને ખ્યાલ ન હોય તેમ ઘરેથી નીકળી ગયા હતા. આમ, આ મહિલાનો પરિવાર પણ તેમને શોધતો હોય, તેવા સમયે વન આ મહિલાના દીકરાનો સંપર્ક કરી, ફરી તેઓના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ પરિવારે પણ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની ટીમની આ સેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.