મોંઘી વિજળી, વિજ ધાંધીયા, બેરોજગારી, પ્રજાકીય અણઉકેલ પ્રશ્નો સહિતનાં મુદે જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા

0

સમગ્ર ગુજરાત રાજયની પ્રજા હાલ અસહય મોંઘવારીનાં વિષચક્રમાં ફસાઈ ગઈ છે. અધુરામાં પુરૂ વિજળીનાં દર વધારી દેવાતાં મોંઘી વિજળી મળી રહી છે. તેમજ પ્રજાકીય અણઉકેલ પ્રશ્નો તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીનાં ધાંધીયા પણ જાેવા મળી રહયા છે. આ ઉપરાંત બેરોજગારીમાં શિક્ષીત યુવાનો ફસાયા છે. તેમજ સામાન્ય અને મધ્યમ વર્ગ તો આ મોંઘવારીનાં સમયમાં વિષમ સ્થિતિમાં મુકાયો છે ત્યારે પ્રજાને ન્યાય અપાવવા અને રાજય સરકાર તથા દિલ્હી કેન્દ્ર સરકાર સુધી પ્રજાનો અવાજ પહોંચાડવા જૂનાગઢ શહેર અને જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે જૂનાગઢમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અને સરકાર સામે ભારે આક્રોષ ઠાલવાયો હતો અને સુત્રચ્ચારો કરાયા હતાં.

error: Content is protected !!