સાબલપુર ચોકડી પાસે કારમાંથી પ.૧૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર રિમાન્ડ ઉપર

0

જૂનાગઢનાં સાબલપુર ચોકડી પાસેથી એલસીબીએ પ.૧૩ લાખનાં ઇંગ્લીશ દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તરફથી આવતી જીજે-૦૩-એએકસ-૬૬૪૩ નંબરની ઇંગ્લીશ દારૂ ભરેલી કાર સાબલપુર ચોકડી પાસેથી પસાર થઈ રહી હોવાની એલસીબીને બાતમી મળી હતી. બાદમાં એલસીબી પીઆઈ એચ.આઈ. ભાટી અને સ્ટાફે સાબલપુર ચોકડી પાસેથી પસાર થતી કારને રોકાવી તલાશી લેતા તેમાંથી પ,૧૩,૬૦૦નો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. એલસીબીએ રાજસ્થાનનાં સાંચોર ગામનાં આરોપી દિનેશ રામલાલ બિષ્નોઈની અટક કરી દારૂ, કાર તેમજ અન્ય મળી કુલ ૧૦,ર૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે તાલુકા પીએસઆઈ પી.વી. ધોકડીયા અને સ્ટાફે આરોપીને રિમાન્ડ ઉપર લઈ વધુ પુછપરછ હાથ ધરી છે. ખાસ કરીને દારૂ કોણે મોકલ્યો, કોને ત્યાં ડિલેવરી કરવાની હતી સહિતનાં મુદ્દે તપાસ હાથ ધરી
છે.

error: Content is protected !!