બાંટવામાં અલગ-અલગ ગોડાઉનમાં ૭.૯૩ લાખની કિંમતનો બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપાયો

0

જૂનાગઢનાં બાંટવા શહેરનાં અલગ-અલગ ગોડાઉનોમાંથી બીલ વગરનો કિંમત રૂા.૭,૯૩,ર૦૦નો બિનઅધિકૃત અનાજનો જથ્થો તથા ર ટ્રક મળી કુલ રૂા.૧૭,૯૩,ર૦૦નો મુદ્દામાલ એસઓજીએ ઝડપી પાડયો હતો. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અનાજનું ગેરકાયદેસર વેંચાણ કરતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા એસઓજી જૂનાગઢનાં પોલીસ ઈન્સ્પેકટર એ.એમ. ગોહિલ, પોલીસ સબ ઈન્સ્પેકટર જે.એમ. વાળા તથા પોલીસ સ્ટાફનાં માણસો સતત પ્રયત્નશીલ હોય, જે અન્વયે એસઓજીનાં એ.એસ.આઈ. પી.એમ. ભારાઈ તથા સાથેનાં પોલીસ સ્ટાફનાં માણસોને અલગ-અલગ ખાનગીરાહે હકિકતો મળેલ કે, બાંટવા ક્રુષ્ણપરા પીએસસી પાછળ ગોડાઉનમાં તથા બાંટવા નાનડીયા રોડ, રાજપુતપરા, ખરાવળમાં આવેલ ગોડાઉનમાં તથા પાટાવાળા ઉપર આવેલ ગોડાઉનમાં બીલ વગરનો બિનઅધિકૃત અનાજનો જથ્થો રાખેલ હોય જે બાબતે નાયબ મામલતદાર પુરવઠા શાખા માણાવદરને સાથે રાખી આ જગ્યાઓ ઉપર રેઈડ કરતા બીલ વગરનો બિનઅધિકૃત જથ્થો પકડી પાડેલ અને આગળની કાર્યવાહી માટે બાંટવા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. જેમાં ૧. ગોડાઉન કબજેદાર દેવાભાઈ રબારી તથા મંગુભાઈ ગોસ્વામી (રહે.બાંટવા)નાં કબજામાંથી ૧ ટ્રક જેમાં ઘઉંનો જથ્થો ૭૭પ૦ કિ.ગ્રા. અને ૧ ટ્રક જેમાં ચોખાનો ૭૮પ૦ કિ.ગ્રા., ર. ગોડાઉન કબજેદાર જયસિંહ લખધીરસિંહ પરમાર (રહે.બાંટવા, ભડુલા રોડ, દાળમબાપાનાં મંદિર સામે વાડીએ)નાં કબજામાંથી ઘઉંનો જથ્થો ૧૧૭પ૦ કિ.ગ્રા. તથા ચોખાનો જથ્થો ર૪૦૦ કિ.ગ્રા. તથા ૩. ગોડાઉન કબજેદાર મંગાભાઈ ગોસ્વામી (રહે.બાંટવા)નાં કબજામાંથી ઘઉંનો જથ્થો ૩૦૦૦ કિ.ગ્રા. તથા ચોખાનો જથ્થો પ૩પ૦ કિ.ગ્રા. સહિત ઘઉંનો જથ્થો કુલ રર,પ૦૦ કિ.ગ્રા. જેની કિંમત રૂા.૪,પ૦,૦૦૦ અને ચોખાનો જથ્થો કુલ ૧પ,૬૦૦ કિ.ગ્રા. જેની કિંમત રૂા.૩,૪૩,ર૦૦ મળી કુલ કિંમત રૂા.૭,૯૩,ર૦૦નો બિલ વગરનો બિન અધિકૃત અનાજનો જથ્થો પકડી પાડેલ છે. આ કામગીરીમાં એસઓજીનાં પોલીસ ઈન્સ્પેકટર એ.એમ. ગોહિલ, પોલીસ સબ ઈન્સ્પેકટર જે.એમ. વાાળ, બાંટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર વી.આર. ચાવડા, એસઓજીનાં એએસઆઈ એમ.વી. કુવાડીયા, સામતભાઈ બારીયા, પી.એમ. ભારાઈ, પોલીસ હેડકોન્સ્ટેબલ મજીદખાન પઠાણ, અનિરૂધભાઈ વાંક, બાબુભાઈ કોડીયાતર વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જાેડાયેલ હતો.

error: Content is protected !!