દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસની જિલ્લા કક્ષાની એક મિટિંગનું આયોજન તાજેતરમાં જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ સંજય આંબલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા યુથ કોંગ્રેસના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, કૌશિક દેવસીભાઈ નકુમ, મુનાભાઈ દેવાભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી તરીકે સાવન રામભાઈ કરમુર, દેવ રામદેભાઈ ચાવડા અને ગોવિંદભાઈ કરમુર તેમજ જિલ્લા મંત્રી તરીકે અરશીભાઈ છુંછર, મેરામણભાઈ ખીમાભાઈ ચાવડા અને અરશીભાઈ ખીમાભાઇ દેથરિયાની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લાના આ નવનિયુક્ત હોદેદ્દારોને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા, પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સારાબેન મકવાણા, ભાણવડ નગરપાલિકાના કાઉન્સિલર ભરતભાઈ વારોતરિયા, જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર, કોંગ્રેસ આગેવાન જીવાભાઈ કનારા, વિગેરે આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જાેડાયા હતા.