ઓખા નગરપાલિકા વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પિવાના પાણીનું વિતરણ થાય તે માટે પબુભા માણેક ઓખા નગરપાલિકાનાં સતાધિશો, પીજીવીસીએલનો સ્ટાફ અને પાણી પુરવઠા બોર્ડનાં સ્ટાફને સાથે રાખીને ભીમગજા તળાવ, પાણીનાં સંપનું જાત નિરીક્ષણ કર્યું હતું. બે નવા સબમર્સિબલ પંપની વ્યવસ્થા કરાઈને જરૂરી સુચનાઓ આપી હતી. હવે લોકોને નિયમિત પીવાનું પાણી મળી રહેશે.