જૂનાગઢમાં નિઃશુલ્ક આઈ(રેટિના) ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો

0

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ પ્રેરિત જૂનાગઢ ઝોન દ્વારા જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ટાઈપ ૧ ડાયાબિટીસ મેમ્બર્સ માટે એક નિઃશુલ્ક આઈ(રેટિના) ચેકઅપ કેમ્પ તારીખ ૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ એપેક્ષ હોસ્પીટલ-જૂનાગઢ ખાતે આયોજન કરેલ હતું. આ કેમ્પમાં ડો. મિતેષ ખોખાણી તથા ડો. હિરેન વાઘેલા દ્વારા સીતેર જેટલા જુવેનાઈલ ડાયાબિટીક મેમ્બર્સનું રેટિના ચેકઅપ કરી દરેક જુવેનાઈલ ડાયાબિટીક મેમ્બર્સ તથા તેના વાલીઓને નાસ્તો કરાવી અમૂલ્ય સેવાનું ઉદાહરણ પાર પાડ્યું છે. આ કેમ્પને સફળ બનાવવા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન-રાજકોટથી ખાસ અપુલભાઈ દોશી તથા અન્ય ટ્રસ્ટી મેમ્બર્સ હાજર રહી હોસ્પીટલ સ્ટાફ તથા જૂનાગઢ ટીમના જીજ્ઞેશ સાગલાણી, જીજ્ઞેશ રાયચુરા, પ્રફુલ મોરી, કનકેશ દવે, ગોપાલ કારીયા, યશ કૃપલાણી તથા ઉમંગ પંડતને શુભેચ્છા પાઠવેલ તથા બંને ડોક્ટરઓ તથા હોસ્પીટલ સ્ટાફનો આભાર માનેલ હતો.

error: Content is protected !!