કેશોદ તાલુકામાં કલા કરતા મોરના મનમોહક દ્રશ્યો જાેવા મળી રહ્યા છે અદભૂત નજારો

0

કેશોદ તાલુકામાં ચોમાસાના પ્રારંભે ઓછા વધતા પ્રમાણમાં કેશોદ તાલુકામાં મેઘ મહેર થવાથી ધરતીમાં નવી પ્રકૃતી ખીલી ઉઠી છે. જે પ્રકૃતીના જાણે વધામણાં કરતા હોય તેમ કેશોદ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં કળાયેલા મોર જાેવા મળે છે. નવી ખીલેલી પ્રકૃતીમાં આનંદ કરતા મોર તથા નાના બચ્ચા જાેવા મળે છે. આવો દુર્લભ નજારો ભાગ્યે જ જાેવા મળતો હોય છે. ત્યારે આવી અમુલ્ય પળોને અમારા રીપોર્ટરે કેમેરામાં કંડારી છે. રાષ્ટ્રીય પક્ષી મોર વિષે કવિઓએ અનેક રચના પંકિત તથા ગીતો લખેલા છે. જેમાં જેઠ કોરો જાય તો એનો ખટકો જરાય નહિ પણ અષાઢનો એક એક દિ મને વરવો લાગે વિઠલા, તેમજ બીજી પંકિતમાં લખ્યું છે.
અષાઢી ગીરીવર જા મોરલા કંકર પેટ ભરા અમારા વખત આવ્યે ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા અન્યમાં પણ કહ્યું છે કે, બહું મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય પણ જે દિ ઠાકર રીજે રાજડા તે દિ નવખંડ લીલો થાય એવી પંકિતો યાદ આવી જાય છે. અષાઢ મહીનાનો પ્રારંભ થયો છે ત્યારે મેઘ રાજા મહેર કરો તેવી જાણે મોર કળા કરી મેઘરાજાને રીઝવતા હોય તેવી કલ્પના થાય છે. રાષ્ટ્રીય પક્ષી મોરની વાત હોય ત્યારે સૌનું લોક પ્રીય બની ગયેલું મન મોર બની થનગાટ કરેની પંકિતને જાણે સાર્થક કરતા હોય તેમ નવી ખીલેલી પ્રકૃતીથી જાણે લીલીછમ ધરતી જાેવા મળે છે. તેમાં કળાયેલ મોર અને પ્રકૃતીમાં વિહરતા દ્રશ્યો જાેઈ મન આનંદ વિભોર બની જાય
છે.

error: Content is protected !!