ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા યાત્રાધામ દ્વારકામાં પાંચમી જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન

0

ઈસ્કોન મંદિર-રાજકોટ દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન તા.પ-૭-ર૦રરને મંગળવારે કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪ વાગ્યે દ્વારકાના ઈસ્કોન મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જે તીનબત્તી ચોક, ભદ્રકાળી ચોક, ગુરૂ પ્રેરણા હોટેલ રોડ, ઈસ્કોન ગેઈટ, ઉત્તમ ગેસ્ટ હાઉસ, માણેકચોક, તીનબત્તી ચોક, હોમગાર્ડ ચોક, શાકમાર્કેટ ચોક, સ્વામિનારાયણ મંદિર થઈ લોહાણા મહાજન વાડીમાં પહોંચશે જ્યાં રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે. મહાપ્રસાદ રાત્રે ૮ વાગ્યે લોહાણા મહાજન વાડી, દ્વારકામાં રાખવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગત માટે અનિકેતન દાસ(મો.૯૭૭૩૪ ૪૦૮૮૦), રોહિણી સુત દાસ(મો.૭૯૯૦૪ ૭પપ૬ર) અથવા રૂકિમણી દેવી દ્વારકાધીશ દાસ(મો.૯૪ર૯૮ ૦ર૦૪ર)નો સંપર્ક કરવો. સર્વે ધર્મપ્રેમી જનતાને આ રથયાત્રામાં જાેડાવા દ્વારકા ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવા દાસ(મો.૯૮૯૮૫ ૫૦૧૮૫) દ્વારા જણાવાયું છે.

error: Content is protected !!