માંગરોળ તાલુકાના શાપુર ગામની મહિલાઓ દ્વારા વારંવાર થતી વીજ સમસ્યાને લઈ પીજીવીસીએલને પાઠવ્યું આવેદનપત્ર

0

એક તરફ સરકાર દ્વારા ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડરમાં ૨૪ કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવે છે. જ્યારે સૌથી વધુ તકલીફ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ લોકોને થાય છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ રૂરલ કચેરી ખાતે વીજળીની વિવિધ સમસ્યાઓને લઈ શાપુર ગામની મહિલાઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઉપરની લાઈનમાં ક્યાંય પણ ફોલ્ટ સર્જાય તો શાપુર જ્યોતિગ્રામ ફીડરમાં વીજપુરવઠો ખોરવાઈ જાય છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં વારંવાર વિજ પુરવઠો ખોરવાઈ જાય છે અને કચેરીમાં કોલ લગાવવામાં આવે તો કોઈ કોલ લાગતો નથી અને જવાબ આપવામાં આવતો નથી. વારંવાર લાઈટ ગુલ થવાને કારણે અને લાઈટ આવન-જાવનને કારણે વીજ પુરવઠો જવાને કારણે વીજ ઉપકરણો પણ બળી જાય છે. વીજ ગુલ થવાને લીધે બીમાર લોકો અને બાળકોને ખૂબ જ તકલીફ પડે છે. જ્યોતી ગ્રામ ફીડર હોવા છતાં દિવસમાં ૫૦ થી ૬૦ વાર વીજળી ગુલ થાય છે જેથી તાત્કાલિક આ બાબતે ર્નિણય લેવા શાપુર ગામની મહિલાઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

error: Content is protected !!