રાજસ્થાનનાં ટ્રક ચાલકનું કાર હડફેટે મોત

0

રાજસ્થાનનાં વતની ટ્રક ચાલક શંભુસિંહ નાથુભાઈ (ઉ.વ. ૪૦) અને તેનો કલીનર રાજુભાઈ બાબુભાઈ ગામેતી બંને રાજસ્થાનથી મારબલ ભરીને વિસાવદરમાં માલ ઉતારીને જૂનાગઢ આવેલ અને બંને બાઈક ઉપર બેસીને વડાલ ગામે શાકભાજી લેવા માટે જતા હતાં ત્યારે બાઈકને કોઈ અજાણી કારનો ચાલક ઠોકર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં શંભુસિંહનું મોત થયું હતું. જયારે રાજુભાઈને ઈજાઓ થયેલ હતી.

મોટી ખોડીયાર ગામે ફોર વ્હીલની હડફેટે બેને ઈજા
મેંદરડાનાં મોટી ખોડીયાર ગામે અજાણ્યા બોલેરો પીકઅપનાં ચાલકે બાઈકને હડફેટે લઈ લેતાં પરબતભાઈ જશાભાઈ વાળા રહે. આંબલગઢ માળીયા અને મોસીનભાઈને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક નાસી ગયો હતો.

સરગવાડા ગામે વાડીમાંથી ભેંસની ચોરી
જૂનાગઢ પંથકનાં સરગવાડા ગામે વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો ભેંસની ચોરી કરી જતાં ભાવેશભાઈ રમેશભાઈ ફલીયાએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ભવનાથ મંદિર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
જૂનાગઢમાં રહેતા અનિલભાઈ કિશોરભાઈ દેવચંદાણીએ પોતાની બાઈક નં. જીજે-૦૧-બીએલ ૮૩ર૬ ભવનાથ મંદિર પાસે પાર્ક કરેલી હતી ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ તેની ચોરી કરી જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

મોટી ઘંસારી ગામે જુગાર રમતા ૬ ઝડપાયા
કેશોદ પોલીસે મોટી ઘંસારી ગામે રેડ કરી જુગાર રમી રહેલા ૬ શખ્સોને ઝડપી લઈ
રૂા. ૪૩૬૦નો મુદામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

જૂનાગઢ : એસીડ પી જતાં વૃધ્ધનું મોત
જૂનાગઢમાં દોલતપરા જીઆઈડીસીમાં રહેતા અશોકભાઈ જેઠાભાઈ કણસાગરા (ઉ.વ. ૬૬)એ એસીડ પી લેતાં તેમને સરકારી હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરાયા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજયું હતું.

પ્રૌઢાએ ગળાફાંસો ખાધો
જૂનાગઢમાં ગિરીરાજ મેઈન રોડ ઉપર રહેતા પ્રવિણાબેન ભરતકુમાર કુબાવત (ઉ.વ. પ૭)એ પોતાનાં ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યું નિપજયું
હતું.

error: Content is protected !!