જૂનાગઢમાં લાખોની છેતરપીંડીનાં ગુનામાં આરોપીને સાથે રાખી પોલીસની સુરતમાં તપાસ

0

જૂનાગઢનાં ત્રણ નિવૃત આર્મીમેન સહિતનાં લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા લાલચ આપી ૩.૬૦ લાખનાં બદલામાં બાવન અઠવાડીયામાં ૧ર.૪૦ લાખ વળતર મળશે તેમ કહીને છેતરપીંડી કરવામાં આવી હતી. જેમાં કિશન અશોક બોરખતરીયા અને વિજય વાઢીયા સામે સી ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે બંને ઈસમોને ઝડપી લીધા હતાં. હાલ બંને આરોપી પૈકી મુખ્ય સુત્રધાર કિશન પાંચ દિવસનાં રીમાન્ડ ઉપર છે. આ મામલે પુછતાછમાં તે પૈસા અન્ય લોકોને રોકાણ માટે આપ્યા હોવાનું જણાવ્યું હતું. અને તેનાં નામ પણ આપ્યા હતાં. ત્યારે હાલ પોલીસે તે દિશામાં તપાસ કરવા માટે આરોપીને સાથે રાખી સુરતમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!