Tuesday, August 9

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, ગુજરાત પથદર્શકની ભૂમિકામાં છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, અને મને બેવડી ખુશી છે કે ગુજરાત એમાં પણ પથદર્શકની ભૂમિકા ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં “ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ –૨૦૨૨”ના શુભારંભ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા ૧૩ વર્ષના કાર્યકાળ દરમ્યાન ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર (જી.એસ.ડી.સી.) શરૂ કરનાર પ્રથમ રાજ્ય હતું.
જી-સ્વાન, ઈ ગ્રામ-વિશ્વ ગ્રામ, જનસેવા કેન્દ્રો જેવી પહેલ ગુજરાતે કરી હતી. વર્ષ ૨૦૧૪ પછી રાષ્ટ્રીય કક્ષાએ મારો આ જ અનુભવ ‘ડિજિટલ ઇન્ડિયા’નો આધાર બન્યો છે. ‘ધન્યવાદ ગુજરાત..!’ એમ કહીને તેમણે આ માટે ગુજરાતનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખર સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ર૦૦થી વધુ સ્ટોલનું પ્રદર્શન યોજાયું છે અને વિદ્યાર્થીઓ તેમજ યુવાઓને આ પ્રદર્શનની મુલાકાત લેવા વડાપ્રધાને અનુરોધ કર્યો હતો. આ તકે વડાપ્રધાન મોદીએ ઈન્ડિયાસ્ટેક ગ્લોબલ, માય સ્કીમ, મેરી પહેચાન, ડિજિટલ ઈન્ડિયા ભાષિની, ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ, ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ તથા કેટાલાઈઝીંગ ન્યુ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક જેવી ડિજિટલ પહેલનું લોન્ચિંગ કર્યું હતું. આ તકે વડાપ્રધાને જાણકારી આપી હતી કે, હું ‘યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ’ એટલો શબ્દ બોલું છું ત્યાં સુધીમાં તો યુપીઆઈ દ્વારા ૭ હજાર ટ્રાન્જેકશન કમ્પ્લીટ પણ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, વિશ્વનાં કુલ ટ્રાન્જેકશનમાંથી ૪૦ ટકા ડિજિટલ ટ્રાન્જેકશન ભારતમાં થાય છે તેમ વધુમાં જણાવ્યું હતું.

error: Content is protected !!