જૂનાગઢ સિવીલમાં જીવિતને મૃતક અને મૃતકને ભાગી ગયેલ બતાવ્યો

0

જૂનાગઢનાં દોલતપરામાં રહેતા અશોકભાઈ જેઠાભાઈ કણસાગરાએ એસીડ પી જતાં સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતાં. આજ વોર્ડમાં ઈવનગર ગામનાં તુલસીદાસ મણીલાલ નામના વ્યકિતને પણ દાખલ કરવામાં આવેલ હતો. એક જ વોર્ડમાં બે દર્દી દાખલ હતાં. જેમાં અશોકભાઈનું મોત નિપજતાં લાશને પીએમ રૂમમાં મોકલી દીધી હતી. પરંતુ અશોકભાઈનાં પરીવારજનો ખબર અંતર પુછવા આવ્યા ત્યારે સ્ટાફે ભાગી ગયેલ હોવાનું જણાવતાં તેના પરીવારે શોધખોળ આદરી હતી. તો બીજી તરફ જે દર્દી ખરેખર ભાગી ગયેલ તે તુલસીદાસને સ્ટાફે મૃત્યું પામેલ હોવાનું જણાવી તેનાં પરીવારને ડેડબોડી લેવા આવવા જણાવેલ પરંતુ તે અરસામાં તે પોતાનાં ઘરે જીવિત પહોંચ્યો હતો. જેને કારણે આ મામલો સામે આવતાં અંતે તપાસ કરતા જે વ્યકિત મૃત્યુ પામેલ તે અશોકભાઈ કણસાગરા હોવાનું અને જે વ્યકિત જીવિત હતો અને ભાગી ગયેલ તે તુલસીદાસ હોવાનું ફલીત થયું હતું. પરંતુ સ્ટાફની બેદરકારીને કારણે હાલ આ બંને પરીવારજનોને રઝળપાટ કરવી પડી હોવાનું અને માનસીક તનાવ અનુભવતા હોવાનું સામે આવ્યું હતું. અને બેદરકારી દાખવનાર સ્ટાફ સામે પગલા લેવા પરીવારજનોએ માંગણી કરેલ
છે.

error: Content is protected !!