સોરઠ ઉપર મેઘરાજાની મહેર, જળાશયો-નદીઓમાં નવા નીર

0

સોરઠ પંથકમાં અષાઢી બીજે મેઘરાજાએ આગમન કરી સારો એવો વરસાદ વરસાવી દેતા જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સારા વરસાદથી પાક-પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે. જૂનાગઢ જીલ્લામાં સરેરાશ રપ ટકા જેવો વરસાદ વરસી ગયો છે.
અષાઢી બીજે મેઘાએ પધરામણી કર્યા બાદ છેલ્લા પાંચેક દિવસથી કયાંક જાેરદાર તો કયાંક ઝાપટાં સાથે વરસાદ વરસી રહયો છે. દરમ્યાન ગિરનાર પર્વત અને ઉપરવાસમાં સારો એવો વરસાદ પડી જતાં સોનરખ, ઉબેણ, ઓઝત નદીમાં પુર આવ્યા હતાં. આ પુરને કારણે ઓઝત શાપુર ડેમ, ઓઝત વંથલી ડેમ અને આણંદપુર ડેમ છલકાઈ જવા પામ્યા છે. જયારે જૂનાગઢ શહેરને પાણી પુરૂ પાડતા વિલીંગ્ડન ડેમ અને હસ્નાપુર ડેમમાં પણ સારા એવા જથ્થામાં નવા નીરની આવક થઈ છે અને ફરી એકવખત મેઘરાજાની જાેરદાર પધરામણી થશે તો આ બંને ડેમ પણ છલકાઈ જવાની આશા સેવાઈ રહી છે. જૂનાગઢ જીલ્લામાં સરેરાશ રપ ટકાથી વધુ સીઝનનો વરસાદ વરસી ગયો હોય એમાં પણ માણાવદર પંથકમાં તો મેઘરાજાએ મહેરબાન બનીને પ૦ ટકા જેવો સીઝનનો વરસાદ વરસાવી દીધો છે.

error: Content is protected !!