ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેના મનોમંથન માટે દિલ્હીમાં ગુજરાતનાં પ્રભારી સહિત પ્રદેશ નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. ડો. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસનાં ચાર પૂર્વ ધારાસભ્યો, ચાર પ્રદેશ નેતાઓ સહિત અન્ય નેતાઓ ભાજપમાં જડાઈ જતાં હાઈકમાન્ડે નારાજગી વ્યકત કરી હતી. હવે હાઈકમાન્ડ કોંગ્રેસમાં ઉભા થયેલા જુથવાદ અને નારાજગીને લઈ પ્રભારી રઘુ શર્માને તેમનાં પદ ઉપરથી હટાવી શકે છે. તેમનાં સ્થાને કોને જવાબદારી સોંપવી તેનું પણ મંથન થઈ રહયું છે. હાઈકમાન્ડે નેતાઓને કહી દીધું છે કે, જુથવાદ છોડી સામાન્ય જનતાને સ્પર્શે તેવા મુદાઓ સાથે વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવો.