કલ્યાણપુર પંથકમાં પવનચક્કી ઉપર આકાશી વીજળી ત્રાટકતાં એક પાંખ ક્ષતિગ્રસ્ત

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સાત ઈંચ સુધીના આ તોફાની વરસાદ સાથે વીજળીના ગાગડાટથી લોકો ભયભીત બની ગયા હતા. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પવનચક્કી પર ગત સાંજે ચાલુ વરસાદે વીજળી પડતા આ પવનચક્કીની એક પાંખ તૂટીને નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ પવનચક્કી કંપનીને નોંધપાત્ર નુકસાની વચ્ચે આ પવનચક્કી હાલ કામ કરતી બંધ થઈ ગઈ છે.
ખેતરો તળાવમાં ફેરવાયા
કલ્યાણપુર પંથકમાં ગઈકાલે નોંધપાત્ર સાત ઈંચ વરસાદ વરસી ચુક્યો હતો. આ ઉપરાંત કલ્યાણપુર સાથે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર છ થી આઠ ઈંચ વરસાદ વરસી જતા ઠેર-ઠેર પાણી-પાણી છવાઈ ગયા હતા. આ મુશળધાર વરસાદના કારણે ખાસ કરીને મગફળીના પાકને નુકશાન થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ખંભાળિયા તાલુકાના કુલ ૧૮ ઇંચ વરસાદ વચ્ચે ખંભાળિયાના કેટલા ગામો તથા ભાટિયા પંથકના ગઈકાલના આ વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક ખેતર તો જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું ચિત્ર જાેવા મળ્યું હતું.

error: Content is protected !!