માંગરોળનાં આરેણા ગુડા જલી વાડી વિસ્તારમાં નારણભાઈ રામની વાડીએ કુવામાં બિલાડી પડી ગઈ હતી. જેની જાણ કરતા આરેણાથી મહેશભાઈ સોલંકી તમેજ વાસાભાઈ જાેટવાને મિત્રોએ મળી, અંદાજે ૮૦ ફુટ ઉંડા કુવામાં મહેશભાઈએ ઉતરીને બિલાડીને પકડી બહાર કાઢી હતી. કુવામાં અંદાજે ૩૦ ફુટથી વધુ પાણી હતું. અંદર ઉતરવું બિલકુલ જાેખમી હતું કારણ કે, આ વિસ્તારમાં ખાસ ચોમાસાની ઋતુમાં કુવામાં ગેસ થઈ જતો હોય છે. આમ પણ ચોમાચામાં કુવામાં ઉતરવું જાેખમી હોય છે પણ આ બધી બાબત સાઈડમાં રાખીને મહેશભાઈ સોલંકી એક જીવ દયાને પ્રાધાન્ય આપીને બિલાડીને બિલકુલ સુરક્ષિત બહાર કાઢી
છે.