ઉનાનાં સિલોજ ગામે એસટીનો બસ સ્ટોપ આપવા આવેદન અપાયું

0

મોટા ડેસર અને સિલોજ ગ્રામ પંચાયત દ્વારા ઉના તાલુકાના લામધાર, શાહ ડેસર, મોટા ડેસર અને સિલોજ મુકામે વિદ્યાર્થીઓ અને લોકો માટે બસ સુવિધા શરૂ કરવા બાબતે તેમજ સિલોજ ગામે બસોને સ્ટોપ આપવા બાબતે ઉના જીએસઆરટીસી ડેપો ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સિલોજ ગામના સરપંચ ભીમાભાઈ સોલંકી, ભરતભાઇ શિંગડ, મોટા ડેસર ગ્રામ પંચાયત સદસ્ય અને પાંચાભાઈ દમણિયા- અખિલ ભારતીય યુવા કોરી/કોળી સમાજ ગીર સોમનાથ ઉપપ્રમુખ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રશ્નના સમાધાન માટે કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

error: Content is protected !!