Monday, September 25

જૂનાગઢમાં ગુજરાત બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડનું સ્વાગત કરાયું

0

જૂનાગઢ મહાનગર બક્ષીપંચના તમામ સમાજ દ્વારા કડીયા જ્ઞાતિની શ્યામ વાડી જૂનાગઢ ખાતે ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કડીયા સમાજ, આહિર સમાજ, કારડીયા સમાજ, પ્રજાપતિ સમાજ, કોળી સમાજ, મેર સમાજ, ભોઈ સમાજ, ખાંટ સમાજ, દરજી સમાજ, ધોબી સમાજ તેમજ નાના મોટા સમાજના પ્રમુખ તથા અગ્રણીઓએ આ તકે બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદયભાઈ કાનગડનું હર્ષભેર સન્માન કરવામાં આવેલ હતું. આ તકે કડીયા સમાજ દ્વારા રાષ્ટ્રીય ઓબીસી મોરચાના ઉપપ્રમુખ વેલજીભાઈ મસાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, પ્રદેશ બક્ષીપંચ મોરચો અને રાષ્ટ્રીય ઓબીસીના હોદેદારોનું સન્માન કરવામાં આવેલ હતું. આ તકે પુર્વ મેયર અને કડીયા જ્ઞાતિના પ્રમુખ ધીરૂભાઈ ગોહેલ, ગોરધનભાઈ ટાંક, કિશોરભાઈ ચોટલીયા, દિનેશભાઈ કાચા, કાળુભાઈ ચોટલીયા, લવભાઈ સાપરા, જૂનાગઢ મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર અને તમામ સમાજના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત દરેકને ભાજપ સદસ્ય નોંધણી કરાવવામાં આવેલ હતી.

error: Content is protected !!