Tuesday, August 9

ભેંસાણ તાલુકાના વિવિધ ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાયા

0

ભેંસાણ વહિવટીતંત્ર દ્વારા વંદે ગુજરાત વિકાસ અંતગર્ત ગામડે ગામડે જઈ લોકહિતાર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિશળ હડમતીયા અને ચુડા ખાતે વંદે ગુજરાત વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. ભેેંસાણના ઇન્ચાર્જ મામલતદાર જે.કે.ધાનોયાના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્રના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આબેહૂબ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને કીટ વિતરણ, વિદ્યાર્થીઓને પ્રામાણપત્ર વિતરણ, વૃક્ષારોપણ અને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશળ હડમતીયા ગામમાં રથ આવી પહોંચતા બાળાઓ દ્વારા સ્વાગત પ્રાર્થના ગીત ગાઈને રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલી ઉપર બનેલી એક ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લ ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ અને તાલુકા વિકાસ અધિકારી ભાવસાર, આરએફઓ મિયાત્રા સહિતના અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!