Tuesday, August 9

૨૦ વર્ષનો વિકાસ અ૨૦ વર્ષનો વિશ્વાસ એ બંને શબ્દો એક બીજાના પર્યાય બની ગયા છે એ ગુજરાતે સિધ્ધ કરી બતાવ્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે ગુજરાતે સિદ્ધ કરી બતાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બે-અઢી દાયકા પહેલાં રોપેલાં બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. લોકોએ આપણામાં મૂકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે આપણે પરત આપ્યો છે એમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું. રાજ્યમાં પાછલા બે દશકમાં થયેલા જનહિત કામો, લોકકલ્યાણ યોજનાઓ અને વિકાસની ગાથા પ્રજાજનો સુધી પહોચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.પ થી ૧૯ જુલાઇ દરમ્યાન રાજ્યભરમાં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કરાવ્યો હતો. ગઈકાલે નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા વીકનો શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાતમાં જે પ્રયાસો થયા તે જ મોડલ આખા ભારતવર્ષમાં અમલી કરાયા. આજે આખા વિશ્વમાં જે ડિજિટલ પેમેન્ટ થાય છે તેનું પેમેન્ટ ૪૦% ભારતવર્ષમાં થાય છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની આ વિકાસયાત્રા એ વહીવટી તંત્રને પણ એક નવી દિશા આપી છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રાજ્ય સ્તરીય શુભારંભના પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય રાકેશ શાહ, એએમસીના કમિશ્નર લોચન સહેરા રાજ્ય સરકારના વિવિધ વિભાગાનો અધિકારીઓ, અમ્યુકોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!