જૂનાગઢ જિલ્લામાં કેશોદના અગતરાયથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ

0

જૂનાગઢ જિલ્લામાં કેશોદના અગતરાય ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયાએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વિકાસ કામોના લોકાર્પણ ખાતમહૂર્તની સાથે જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગતરાય ગામમાં રૂપિયા ચાર લાખના પેવર બ્લોકના કામનું ખાતમહુર્ત કર્યું હતું. સાથે જ ૧૫માં નાણાપંચના અનુદાનમાંથી રૂા.પાંચ લાખના અગતરાય ગામમાં સીસીટીવીની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના છેલ્લા ૨૦ વર્ષની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મ પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિહાળી હતી. આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં અવિરત વિકાસયાત્રા ચાલી રહી છે. રાજ્ય સરકારે કોઈપણ ભેદભાવ રાખ્યા વગર જન જન સુધી જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી છે. તેના પરિણામે આજે લોકોનું જીવન ધોરણ ઉંચુ આવ્યું છે. ઉપરાંત ઈમરજન્સી સેવા માટેની ૧૦૮ યોજના, ગંભીર બીમારીઓ સામે આરોગ્ય કવચ પૂરી પાડતી પૂરૂ પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ની સહાય અને રૂા.૩ લાખ સુધીનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. અંતમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર રાજ્ય સરકારે ગ્રામીણ વિકાસ માટે પણ મતભર અનુદાન ફાળવ્યું છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત સરકારે ગરીબ મધ્યમ વર્ગનો ઉત્થાન કરતી જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જયેશભાઈ બદાણી, દલસુખભાઈ મોરડીયા, ભાવેશભાઈ ત્રિવેદીનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા, તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ દેત્રોજા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, કેશોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવાભાઈ ખાંભલા, અગતરાય ગામના સરપંચ રાજુભાઈ મોરડીયા, અગ્રણી પ્રવીણભાઈ ભાલાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!