ગુજરાત રાજયમાં આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણી નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં વોર્ડવાઈઝ વોર્ડ નં. ૧ થી ૧પમાં અલગ અલગ સ્થળોએ તા. પ-૭-રરથી તા. ૧૯-૭-રર સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. શહેરનાં વોર્ડ નં. ૧બરમાં સવારે પ્રભાતફેરીનાં કાર્યક્રમ બાદ અર્બન હેલ્થ સેન્ટરમાં યોગ અભ્ય્સનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ મનપા દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ગઈકાલે પ.૧પ કલાકે મેયર ગીતાબેન પરમારનાં હસ્તે મનપા કચેરીએથી ફલેગ આપી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વોર્ડ નં. ૧ર ઓમકારેશ્વર મંદિર, દિપાંજલી ખાતે નાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક સાથે ઔષધીય છોડ તુલશી આપી કરવામાં આવ્યું હતું. શહેરનાં વોર્ડ નં. ૧રમાં બાંધકામ શાખા, વોટર વર્કસ શાખા, સ્ટ્રીટ લાઈટ શાખા દ્વારા કુલ ૪પ લાખનાં કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સ્વાગત પ્રવચન જયેશ પી. વાજાએ અને આભારવિધિ ડો. શૈલેષ ચુડાસમા અને કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિશળે કર્યુ હતું.