જૂનાગઢમાં વૈભવ ફાટક પાસે રેલ્વે ક્રોસીંગમાં ડીવાયએસપી જાડેજાએ ખાડો બુરાવી ટ્રાફિક કલીયર કરાવ્યો

0

જૂનાગઢમાં ગઈકાલે બપોરના સમયે ધોધમાર વરસાદ ચાલુ થતા, વૈભવ ફાટક પાસે રેલવે ક્રોસિંગમાં મોટો ખાડો પડી જતા, ત્યાંથી પસાર થતા નાના વાહનો ફસાઈ જતા હતા. ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી ટ્રાફિક કલીયર કરાવવા મહેનત કરવા છતાં, આ પડેલ ખાડાના કારણે ટ્રાફિક જામ થયો હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ત્યાંથી પસાર થતા, ચાલુ વરસાદે કમાન્ડો સાથે નીચે ઉતરી, બંને બાજુ થયેલ ટ્રાફિક કલીયર કરાવવા તજવીજ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાધા મોરી તથા સ્ટાફ સાથે સંકલન કરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના સ્ટાફને હાજર રાખી, રેલવે પ્રસાશનમાં જાણ કરી, ચાલુ વરસાદે રેલવે વિભાગના માણસો દ્વારા ખાડો બુરાવી, વાહન ચાલકોની તકલીફ દૂર કરતા, ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલમાં રેલવે ક્રોસિંગ ઉપર પાટાની વચ્ચે પડેલ ખાડો, વ્યવસ્થિત પુરાણ કરીને ટ્રાફિક પૂર્વવત થતા, વાહનચાલકોએ રાહતનો દમ લીધો છે.

error: Content is protected !!