મેંદરડા – દાત્રાણા રોડ ઉપર ઈકો કાર હડફેટે બેન ઈજા

0

મેંદરડા – દાત્રાણા રોડ ઈકો ફોરવ્હીલ નં. જીજે-૧૧ – સીડી- ૯ર૦૦નાં ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી ફરીયાદી જેન્તીભાઈ પ્રેમજીભાઈ વાઘડીયા જૂનાગઢનાં ભાઈ ભીખુભાઈ તેમજ તેમના ભાભી હંસાબેનને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. આ અકસ્માત સર્જી ઈકોનો ચાલક નાસી ગયો હતો. મેંદરડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માણાવદર : લીમડામાં દોરડું બાંધી ગળાફાંસો ખાધો
માણાવદરમાં બસસ્ટેશન સામે રાવળપરામાં રહેતા નિતેશભાઈ કવાભાઈ સરવૈયા (ઉ.વ.૩૬)એ પોતાની મેળે પોતાના ઘર પાસે આવેલા લીમડામાં દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું નિપજયું હતું.

બગસરાની વાડી વિસ્તારમાં જુગાર રમતા ૭ ઝડપાયા : ત્રણ નાસી ગયા
શીલ પોલીસે બાતમીનાં આધારે બગસરા ગામની સીમ વાડી વિસ્તારમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લઈ કુલ રૂા. ર૧,૩૭૦નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે રેડ દરમ્યાન ત્રણ શખ્સો નાસી ગયા હતા. પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

કેશોદ : પીપળીધારમાં જુગાર દરોડો
કેશોદ પોલીસે પીપળીધાર ગામે જુગાર અંગે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લઈ કુલ રૂા.૧૦,પ૭૦નો મુદામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

error: Content is protected !!