ભાણવડ પંથકમાં વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો : ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા પાંચ શખ્સોની શોધખોળ

0

ભાણવડ તાલુકાના કાટકોલા ગામે ગત રાત્રિના સમયે જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, એક મંદિર પાસેથી આ જ ગામના રહીશ વેજાણંદ ઉર્ફે કાના પરબત ડાંગર નામના ૪૯ વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા.૧૨,૪૦૦ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે તેની સામે જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી. આ શખ્સના મોબાઈલમાંથી જુદા જુદા પાંચ નંબર ધરાવતા શખ્સો પણ આ પ્રકરણમાં સંડોવાયેલા હોવાનું જાહેર થયું છે. તે સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!