માંગરોળ સર્વોદય સેવા સમિતી અને ગોકુળ ગૃહ ઉદ્યોગ દ્વારા શેરીયાજ અને શાપૂર ખાતે સિક્કિમ પ્રખ્યાત રીંગણીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શાપુર અને શેરીયાજ ગામ ખાતે સર્વોદય સેવા સમિતી અને ગોપાલ ગૃહ ઉદ્યોગ કેશોદના ઉપક્રમે સિક્કિમના પ્રખ્યાત રોપાનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ રીંગણીની ખાસિયત એ છે કે, તેમાં ૧૦ થી ૧૨ ફૂટ ઉંચાઈના છોડ થાય છે અને દોઢ મહિનામાં રીંગણીમાં ખેડૂતો માટે આવક શરૂ થઈ જાય છે. તેમજ ૨૦૦ થી ૫૦૦ ગ્રામના રીંગણ તેમાં થાય છે અને ૩ વર્ષ સુધી રીંગણનો ફાલ આવે છે. શેરીયાજ શાપુર ખાતે યોજાયેલ આ રોપા વિતરણના કાર્યકમાં સર્વોદય સેવા સમિતીના પ્રમુખ શરદભાઈ મહેતા, જાણીતા પર્યાવરણવિદ અને પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરીયાએ હાજરી આપી હતી. તમામ કાર્યક્રમમાં સર્વોદય સેવા સમિતીના મંત્રી નિલેશભાઈ મહેતા અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.