જૂનાગઢનાં સર્કલ ચોકમાં દુકાનોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા, મનપા તંત્ર સામે વેપારીઓમાં રોષ

0

જૂનાગઢના વોર્ડ નંબર-૮ સર્કલ ચોકમાં મહાનગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. ખાસ કરીને વરસાદી પાણી દુકાનમાં ઘુસી જતું હોય અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓ કોઇ જ કામગીરી કરવાના બદલે બહાનાબાજી કરી કામગીરીથી છટકી જાય છે. છેલ્લા ૩ વર્ષથી ચોમાસાના ૪ મહિના ધંધો બંધ કરવાની ફરજ પડતી હોય દુકાનદારમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે સમીરભાઇ ગોરીએ જણાવ્યું હતું કે, સર્કલ ચોકમાં અમારી ૭૦ વર્ષ જૂની કલરની દુકાન છે. આટલા વર્ષોમાં ગમે તેટલો વરસાદ તૂટી પડે કયારેય દુકાનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ નથી. જાેકે, છેલ્લા ૩ વર્ષ પહેલા મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટે જેસીબીથી ખોદકામ કરેલું હતું. આ કામગીરી દરમ્યાન અનેક પથ્થરો નિકળ્યા હતા જે ગટરમાં પડી ગયા હતા. પરિણામે ગટર જામ થતા વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે. ખાસ કરીને ચોમાસાના ૪ મહિના તો વરસાદી પાણી દુકાનમાં ઘુંસી જતું હોય દુકાન-ધંધો બંધ રાખવાની ફરજ પડી રહી છે. કારણ કે, અમારે કલરની દુકાન છે અને વરસાદી પાણી દુકાનમાં ઘુંસી જતા ધંધો થઇ શકતો નથી. આ અંગે મહાનગરપાલિકામાં લેખીત તેમજ મૌખિક અનેક વખત રજૂઆતો કરાઇ હતી. બાદમાં મનપામાંથી ઇજનેરો, એસઆઇ વગેરેની ટીમ આવી હતી પરંતુ તેમણે કામગીરી કરવાના બદલે અનેક પ્રકારની બહાના બાજી કરી છેલ્લે, તમે દુકાન ઉંચી લઇ લ્યો તેમ કહીને જતા રહ્યા છે. આમ, છેલ્લા ૩ વર્ષથી આ સમસ્યાનો કોઇ ઉકેલ જ આવતો નથી.

error: Content is protected !!