દ્વારકા તાલુકાનાં ગોરીજા, વાચ્છુ, લોવરારી, ધ્રેવાડમાં આભ ફાટયું : નાનાભાવડા ગામે પુલીયામાંથી પસાર થતી કાર પાણીનાં વહેણમાં તણાઈ : કારમાં બેઠેલા મુસાફરોને પાલિકાની રેસ્કયુ ટીમ દ્વારા બચાવ

0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહીનાં પગલે સમગ્ર જીલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે દ્વારકા તાલુકાનાં ગોરીજા, વાચ્છુ, લોવરારી અને ધ્રેવાડ ગામાં આભ ફાટયું અને આશરે ૧૦ ઈંચ જેટલો ભારે વરસાદ પડતાં નાના નાના ગામડાઓને જાેડતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતાં ગામડાને જાેડતા રસ્તાઓ બંધ થઈ ગયેલ છે. સર્વત્ર મેઘમહેરનાં કારણે લોકોમાં ભારે ખુશીની લાગણી ફેલાઈ છે. અને ગરમીથી હાશકારો અનુભવેલ છે. દ્વારકા શહેરમાં ૮ ઈંચ વરસાદ પડી જવાનાં કારણે નાગેશ્વર જયોર્તિલીંગ તથા ગોપીતળાવ જવાનો રસ્તો બંધ રહેલ જેથી બહારથી આવતા યાત્રિકો દર્શનથી વંચિત રહેલ હતાં. શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ જવાને કારણે સ્થાનીક લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડેલ હતી. આ ઉપરાંત નાના ભાવડા ગામે પુલીયા ઉપરથી પસાર થતી કાર પાણીનાં વહેણમાં તણાઈ જતાં દ્વારકા નગરપાલિકાની રેસ્કયુ ટીમે કારમાં બેઠેલ ત્રણ વ્યકિતઓને રેસ્કયુ કરી બચાવી લીધા હતાં. આ વ્યકિતઓ એડવોકેટ પરીવારનાં હોવાનું અને માનતા પુરી કરવા જતા હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળેલ છે.

error: Content is protected !!