ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ વિજેતાઓ માટે ઇનામો-પુરસ્કારોની વણઝાર ક્વિઝની વિશેષતાઓ

0

• દેશની સૌથી મોટી આ ક્વિઝ ૭૫ દિવસ સુધી રાજ્યભરમાં યોજાશે.
• વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે ભવ્ય સમાપન કરાશે. સ્પર્ધાના તમામ સ્પર્ધકોને સહભાગી કરાશે.
• સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો વિદ્યાર્થીઓ ઉપરાંત ક્વિઝમાં ભાગ લેનારા અન્ય પ્રજાજનોને પણ પ્રવાસનો લાભ અપાશે.
• સમગ્ર સ્પર્ધા દરમ્યાન રૂા.રપ કરોડથી વધુ રકમના ઇનામો આપવામાં આવશે.
• શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ક્વિઝમાં ધો.૯ થી ૧૨ શાળા કક્ષાના, કોલેજાે અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના પ્રજાજનો પણ ભાગ લઇ શકે.
• રાજ્યકક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવશે અને રાજ્યના પ્રજાજનોમાંથી ૭૫૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
• ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં કોલેજ કક્ષાના પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે ૫ લાખ, ૩ લાખ અને ૧.૫ લાખ ઇનામ આપવામાં આવશે.
• ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં શાળા કક્ષાના પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે ૩ લાખ, ૨ લાખ અને ૧ લાખ ઇનામ આપવામાં આવશે.
• પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ, ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે.
• આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે.
• દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ ક્વિઝ રહેશે.
• દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
• દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ અને પ્રજાજનોમાંથી ૨૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
• તાલુકા કક્ષાની સ્પર્ધામાં ૧.૫૦ લાખ વધુ વિજેતાઓના પરિવારના ચાર સદસ્યોને એક વર્ષ દરમ્યાન સાયન્સ સિટીની વિનામૂલ્યે સ્ટડી ટૂર કરાવાશે.
• જિલ્લા કક્ષાએ યોજાનારી ક્વિઝના ૮૨૦ વિદ્યાર્થીઓ અને ૪૧૦૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ બે દિવસ પ્રવાસનો લાભ અપાશે.
• રાજ્ય કક્ષાએ યોજાનારી ક્વિઝના ૧૫૦ વિદ્યાર્થીઓ અને ૭૫૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ ત્રણ દિવસ પ્રવાસનો લાભ અપાશે.

error: Content is protected !!