માણાવદર પંથકમાં ગઈકાલ સુધીમાં સતત અનરાધાર વરસાદનાં કારણે જળબંબાકાર થયો છે. ૪ થી પ ઈંચથી વધુ વરસાદ પડી ચુકયો છે. જેનાં પગલે નદી-નાળા, ડેમો ઓવર ફલો ભારે પ્રવાહ સાથે વહી રહયા છે. બાંટવા ખારા ડેમ ૬૦ ટકા ભરાયો છે. ભાદર કાંઠાનાં ગામોને ઉપરવાસ ડેમોનાં પાણી છોડવાનાં હોય સાવચેત કરાયા છે. રસાલા ડેમ ઓવરફલો થયો છે. જાંબુડા, દગડ સહિત ગામોનાં ડેમો ઓવરફલો થયા છે. સમગ્ર પંથક હાલ જળબંબાકાર થયો છે. ધીમી ધારે તો કયારેક અનરાધાર વરસાદથી પંથક તરબોળ થઈ ગયો છે. ખારા ડેમ ભરાવામાં હવે છેટુ નથી ગમે ત્યારે પાટીયા ખોલવા પડે તેવો પ્રવાહ ડેમમાં આવી રહયો છે.