જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં દિપડાનાં ધામા, શ્વાનનો શિકાર કરતો દિપડો કેમેરામાં કેદ

0
જૂનાગઢ મહાનગર ગિરનાર જંગલની નજીકમાં વસેલું હોવાથી છાશવારે સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ શહેરમાં માનવ વસાહત વાળા વિસ્તારોમાં આવી ચડી આંટાફેરા કરતા જાેવા મળે છે. જેમાં એક વખત સિંહ એક હોટલની લોબીમાં લટાર મારતો તો ભવનાથ વિસ્તારમાં મારણ કરતો જાેવા મળ્યો હતો. દરમ્યાન વધુ એક વખત દીપડો જૂનાગઢ શહેરના બીલખા રોડ ઉપર ચડી આવી એક શ્વાનનો શિકાર કર્યાની રોચક ઘટના સીસીટીવીમાં કેદ થઈ સામે આવી છે. આ રોચક ઘટનાની જાણવા મળેલ વિગતોનુસાર જંગલ વિસ્તાર નજીક આવેલ જૂનાગઢના બિલખા રોડ ઉપર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર આસપાસ છાશવારે વન્યપ્રાણીઓ આવી ચડતા જાેવા મળે છે. દરમ્યાન એકાદ દિવસ પહેલા મોડીરાત્રીના સમયે એક દીપડો પોલીસ ટ્રેનિંગ સેન્ટરના બેરેકમાં ઘુસી આવીને તે સમયે ત્યાં આરામથી બેસેલ શ્વાનને ઘડીભર નિહાળી અચાનક તરાપ મારી મોઢામાં લઈ શિકાર કર્યો હતો. બાદ શ્વાનને મોઢામાં લઈ ચાલ્યો ગયો હતો. આ શિકારની સમગ્ર ઘટના બેરેકમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે સામે આવ્યા બાદ તે વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી.
error: Content is protected !!