જૂનાગઢમાં ખરાબ રસ્તાઓનાં મુદ્દે દેખાવો કરનાર કોંગી ધારાસભ્ય સહિત ૩૦ની અટકાયત કરાયા બાદ છોડી મુકાયા

0

ખરાબ રસ્તા મુદ્દે જૂનાગઢ મનપામાં ધરણાં કરે તે પહેલા ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટર સહિત ૩૦ની અટકાયત કરાઇ હતી. ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા હતા અને ઝપાઝપી દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખના કપડાં પણ ફાડી નંખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરના રસ્તામાં પડેલા ખાડાના કારણે પ્રજાજનો ત્રાસી ગયા છે. આ અંગે અનેક વખત રજૂઆત છતાં શાસકો તેમજ મનપાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે પ્રજાની સમસ્યાને તંત્રના બહેરા કાનેસંભળાતી ન હોય સરકારના કાન સુધી પહોંચાડી તેમનું ધ્યાન દોરવા માટે ધારાસભ્ય ભીખાભાઇ જાેષીની આગેવાનીમાં કોર્પોરેશન ખાતે ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. ત્યારે ગુરૂવારે ૧ વાગ્યે મનપા ખાતે એકત્રિત થઇ વિરોધ પ્રદર્શન-ધરણા કરીએ તે પહેલા ભાજપના સત્તાધિશોએ પોલીસ બોલાવી તેનો દુરૂપયોગ કર્યો હતો. જેના કારણે ભાજપના ઇશારે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. શાંતિથી અહિંસક ધરણાં કરે તે પહેલા પોલીસે અટકાયત કરવા બળજબરી કરી હતી. આ સમયે ઝપાઝપી કરી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલના કપડાં ફાડી નંખાયા હતા. પોલીસે ટીંગાટોળી કરી ધારાસભ્ય ભીખાભાઇ જાેષી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની અટકાયત કરી હતી. સાથે કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારા,રજાક હાલા સહિત કુલ ૩૦ની અટકાયત કરાઇ હતી. બાદમાં તમામને છોડી મૂકાયા હતા.

error: Content is protected !!