જૂનાગઢ સહિત સોરઠમાં અવિરત મેઘ કૃપા ઃ નરસિંહ સરોવર ઓવરફલો

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી અવિરત મેઘ કૃપા વરસી રહી હોય, સરેરાશ ૪પ ટકા જેટલો સીઝનનો વરસાદ વરસી જતાં પાક – પાણીનું ચીત્ર એકદમ ઉજળુ બની ગયું છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં ગતરાત્રીથી જ ધીમી ધારે વરસાદ વરસી રહયો હોય અને આજે સવારનાં ૬ થી ૧૦ સુધીમાં વધુ બે થી અઢી ઈંચ જેવું પાણી વરસી જતાં શહેરનાં માર્ગો ઉપર નદીની જેમ પાણી વહ્યા હતા. એટલું જ નહી કેટલીક સોસાયટીઓ અને રસ્તાઓ તો તળાવમાં ફેરવાઈ ગયા હતા. જયારે ગીરનાર અન દાતાર પર્વત ઉપર પણ અવિરત વરસાદ વરસવાને પગલે દામોદરકુંડમાં ફરી ઘોડાપુર આવ્યા હતા તેમજ કાળવો બે કાંઠે વહેતો જાેવા મળ્યો હતો. તેમજ ભારે વરસાદથી આખરે શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર છલોછલ થયેલ અને ઓવરફલો થતાં સતત પાણી વહી રહયું હોવાનું જાેવા મળે છે. દરમ્યાન ફલોડ કન્ટ્રોલમાંથી જૂનાગઢ જીલ્લાનાં આજે સવારનાં ૬ વાગ્યા સુધીનાં આંકડા જાેઈએ તો કેશોદ-૩૪, જૂનાગઢ સીટી ગ્રામ્ય પ૮, ભેસાણ -૯૪, મેંદરડા-૯૩, માંગરોળ-૪૩, માણવદર -૩૮, માળીયા હાટીના-૬૬, વંથલી-પ૧ અને વિસાવદરમાં-૬૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે આજે સવારનાં ૬ થી ૧૦ વાગ્યા સુધીનાં પ્રાપ્ત આંકડા મુજબ જૂનાગઢમાં વધુ બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે વિસાવદરમાં ૩.પ ઈંચ જેવું પાણી વરસી ગયું હતું. આ ઉપરાંત માણાવદરમાં બે ઈંચ અને વંથલીમાં ૧.પ ઈંચ પાણી વરસ્યું હતું. જયારે મેંદરડામાં ૧ ઈંચ અને કેશોદમાં અડધા ઈંચથી વધુ પાણી વરસ્યું હતું. જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૪પ ટકા જેવો વરસાદ વરસી જવા પામ્યો છે અને હજુ પણ આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું હોય અને કયાંક ધીમી ધારે તો કયાંક તોફાની બેટીંગ ચાલુ હોય, સીઝનનો ભરપુર વરસાદ વરસી જવાની શકયતા જાેવા મળી રહી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં પડી રહેલા અવિરત વરસાદથી જળાશયોમાં પણ નવા નીરની ધીંગી આવક થઈ રહી છે જેમાં વિસાવદરનો આંબાજળ ડેમ ૭૩ ટકા ભરાઈ ગયો છે. આ ઉપરાંત જૂનાગઢને પાણી પુરૂ પાડતો હસનાપુર ડેમ પણ હવે ગમે ત્યારે છલકવાની તૈયારીમાં છે.
ઉબેણ ડેમ ઓવરફલો થતા ગામોને એલર્ટ કરાયા
જૂનાગઢ પંથકનાં કેરાળા ગામ પાસે આવેલ ઉબેણ વિએર ડેમ ઓવરફલો થતાં જૂનાગઢ પંથકનાં કેરાળા, મજેવડી, તલીયાધર, વધાવી, વાલાસીમડી, વાણંદીયા અને વંથલી પંથકનાં બાલોટ, ધંધુસર અને વંથલી ગામોને નદીનાં પટ્ટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સિંચાઈ વિભાગ દ્વારા સુચના અપાય છે.

error: Content is protected !!