દ્વારકા નજીક તંત્રનું રેસ્ક્યુ : પાણીમાં તણાતા પાંચ વ્યક્તિને બચાવી લેવાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા અગાઉથી કરવામાં આવેલા આયોજન મુજબ રિસ્ક્યુ માટે ગોઠવેલી ટીમો દ્વારા ફસાયેલા વાહનોને બહાર કાઢી, રાહત બચાવની કામગીરી કરવામાં આવી છે. કોરાડા ગામ પાસે એન્ડઓવર મોટરકાર ગઈકાલે શુક્રવારે બપોરે દ્વારકા નજીકના માર્ગ પરથી પાણીમાં તણાઈ હતી અને તે ફસાઈ જતા સ્થાનિક તંત્રની ટીમ- સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અંગે દ્વારકા તાલુકા વિકાસ અધિકારી શેરઠીયાએ જણાવ્યું હતું કે મૂળવાસરના તલાટી પ્રવીણભાઈ ઓડીયા તેમજ ડ્રાઇવર મેહુલસિંહ ઝાલાની મદદથી તથા કોરડા ગામના લોકોને સાથે રાખીને કારમાં બેઠેલા આ તમામ પાંચ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે કાર પણ બહાર કાઢવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ગ્રાઉન્ડ લેવલથી કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદની આગાહી પહેલા જ કલેકટરએ જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિકારીઓ સાથે સંભવિત જાેખમી સ્થળોની મુલાકાત લઈને તંત્રને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!