દ્વારકા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસેલા વરસાદનાં કારણે શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયેલ છે. આ ઉપરાતં ભદ્રકાલી ચોક, નરસંગ ટેકરી, તોતાદ્રી મઠ, સિધ્ધવાટીકા સોસાયટી, ઈસ્કોન ગેટ, કાનદાસ બાપુ આશ્રમ, દ્વારકાધીશ સોસાયટી, જલારામ નગર સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આ પાણીનો નગરપાલીકા નિકાલ નહી કરે તો આવનારા દિવસોમાં પાણી દુષિત થવાથી ઠેર ઠેર ગંદકીનો ફેલાવો થશે અને રોગચાળો ફાટી નીકળવાની પ્રચંડ દહેશત છે. વરસાદી પાણી ભરાવાનાં કારણે એક બાળકી પાણીમાં ફસાઈ ગયેલ જેને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધેલ હતી. ભારે વરસાદને કારણે ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. અને બહારથી આવતા યાત્રિકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.