વિસાવદરમાં પ.પ અને માણાવદરમાં ૪.પ ઈંચ વધુ વરસાદ ખાબકયો

0

જૂનાગઢ જીલ્લામાં સતત મેઘરાજાની મહેર વરસી રહી હોય, સોરઠમાં સાર્વત્રીક જળબંબોળ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે ત્યારે ગઈકાલે પણ પડેલા વરસાદને પગલે વિસાવદરમાં પ.પ ઈંચ અને માણાવદરમાં ૪.પ ઈંચ વધુ પાણી વરસી ગયું હતું. ફલડ કન્ટ્રોલમાંથી આજે સવારનાં ૬.૦૦ વાગ્યા સુધીમાં ર૪ કલાક સુધીનાં પ્રાપ્ત થયેલા આંકડા મુજબ કેશોદ-૩પ, જૂનાગઢ સીટી – ગ્રામ્ય – ૬૭, ભેસાણ-૭૧, મેંદરડા-૪૬, માંગરોળ-પ, માણાવદર-૧૧ર, માળીયા હાટીના-૧૦, વંથલી-૯પ અને વિસાવદરમાં ૧૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે. હજુ પણ આકાશમાં મેઘાવી માહોલ છવાયેલો હોય જાે કે મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ૧૧ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બાંટવા ખારો ડેમ છલકાયો
માણાવદર પંથકમાં પડેલા ભારે વરસાદથી બાંટવા ખારો ડેમ છલકાઈ ગયો હોય, સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારો અને ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

error: Content is protected !!