માણાવદર તાલુકાનાં દક્ષિણ દિશા તરફમાંથી ઓઝત નદી નીકળે છે જે નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે ઓઝત ડેમનાં ૧ર જેટલા પાટીયા ખોલવાની ફરજ પડી છે. જેનાં ઘસમસતા ઘોડાપુર ઓઝત નદીનાં કાંઠાનાં મટીયાણા ગામની સીમનાં પાળા તુટતા આ ઘોડાપુર પાણીએ ઉભા પાકમાં તથા કિંમતી જમીનનું પાક સાથે ધોવાણ અનેક એકરમાં થતાં ખેડૂતોને લાખો રૂપિયાની નુકશાની થયાનું મટીયાણાનાં પૂર્વ સરપંચ રાજુભાઈ બોરખતરીયાએ જણાવ્યું હતું. આ મટીયાણા-આંબલીયા સીમ કાંઠાનાં ભીખનભાઈ ટીડાભાઈ બોરખતરીયા સહિત ૩૦૦ થી ૪૦૦ વિઘા જમીનમાં ધોવાણ અને પાણી ફરી વળ્યા છે. જયારે કારાભાઈ વિરમભાઈ બોરખતરીયા તથા અન્ય ખેડૂતો કે જે ૧૦૦ વિઘાથી વધુ જમીનોનાં પાક અને સમુળગી જમીનનું આ ઓઝત નદીનાં ઘોડાપુરથી ઘોવાણ થયું છે.